Google Photos સ્ટોરેજની ફ્રી સુવિધા 1 જૂનથી ખત્મ થઇ રહી છે. Google 1 જૂનથી પોતાના ફોટોઝ એપ માટે અનલિમિટેડ ફોટોઝને અપલોડ કરવાનું એક્સેસ આપશે નહીં. નવી પોલિસીના મતે Gmail એકાઉન્ટ પર તમને જે 15GBનું ફ્રી સ્ટોરેજ મળે છે તેમાં Google Photosનું સ્ટોરેજ પણ સામેલ હશે. એવામાં Google Photos યુઝર્સ કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને પોતાની તસવીરો બચાવી શકે છે. 1 જૂન સુધીમાં નવી પૉલિસી આવતા પહેલાં તમામ હાઇ ક્વોલિટી પિક્ચરનો સ્ટોરેજ લઇ લો. તેનો મતબલ એ છે કે 1 જૂન પહેલાં તમે તમારા ઇચ્છો તેટલાં હાઇ ક્વોલિટી Photos ગૂગલ ફોટોમાં જોડી શકો છો.
હાલની ઓરિજિનલ ક્વોલિટી Imageને હાઇ ક્વોલિટીમાં બદલો
હાલમાં ગૂગલ યુઝર્સને બે વર્ઝનમાં ઇમેજને અપલોડ અને બેકઅપની સુવિધા આપે છે. હાઇ ક્વોલિટી અને ઓરિજિનલ ક્વોલિટી. હાઇ ક્વોલિટી ફોટોની સ્થિતિમાં ગૂગલ 16 એમપીથી વધુની ઇમેજને 16 એમપીમાં કન્વર્ટ કરી સેવ કરે છે. એવામાં એ સૌથી યોગ્ય છે કે તમે તમારી ઓરિજિનલ ક્વોલિટી ઇમેજને હાઇ ક્વોલિટીમાં બદલી દો.
ધૂંધળી અને ડુપ્લીકેટ ફોટોને હટાવો
તમારી Google Photo લાઇબ્રેકીની એક વખત વિઝિટ કરો. જુઓ કયો ફોટો બ્લર છે. કયો ફોટો ડુપ્લીકેટ છે. એ Photosને હટાવો.
બિન જરૂરી ફાઇલને હટાવો
નવી પૉલિસીથી પ્રભાવી થતા પહેલાં તપાસી લો કે કયા બિન જરૂરી ઇ-મેલ છે જને તમે હટાવી શકો છો. નવી પરિસ્થિતિમાં, જીમેલ માટે ઉપલબ્ધ 15 જીબી સ્પેસ ગૂગલ ફોટો અને જીમેલ સાથે શેર કરવાના રહેશે. એવામાં જો ડોક્યુમેન્ટસ, મેલ કામના ના હોય તેને હટાવો. જેથી કરીને બાકી સ્પેસ ઘણી બચી શકે છે.
એક્સટ્રા Gmail એકાઉન્ટ
જો તમારી પાસે બહુ બધો ડેટા સ્કેન કરવાનો હોય તો ઝડપથી તમે બીજું એક જીમેલ એકાઉન્ટ બનાવી શકો છો. તમે આ એકાઉન્ટનો ઉપયોગ ફોટોઝ માટે ઉપયોગ કરી શકો છો. આ સ્થિતિમાં તમારો તણાવ ઘણો ઓછો થઇ જશે. જો કે, એ ધ્યાનમાં રાખવાની વાત છે કે નવા મેલમાં તમને ફક્ત 15 જીબી સ્ટોરેજ જ મળશે. એવામાં ફોટોની પસંદગી એ પ્રમાણે કરો.
ફોનના સ્ટોરેજનો ઉપયોગ
જો તમારા ફોનની સ્ટોરેજ 256 જીબી અથવા 512 જીબીની છે તો તમે તમારા ફોટોને અહીં મૂવ કરાવી લો.