આઈ.એ.એમ.એ.આઈ. દ્વારા ગુરુવારે જારી થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં ગયા વર્ષે સક્રિય ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા દ ૨.૨ કરોડ હતી, પરંતુ વર્ષ ર૦૨૫ ધીમાં આ સંખ્યા ૪૫ ટકા વધીને ૯૦ કરોડ થઇ જવાની સંભાવના છે. અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦રપ સુધીમાં શહેરી વિસ્તારને મુકાબલે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધી જાય તેવી સંભાવના છે. આ બાબત સૂચવે છે કે ભારતમાં ડિજિટલ ઇકોસિસ્ટમને બહેતર કરવાની જરૂર છે. આઇએએમએઆઇના નાયબ પ્રમુખ બિસ્વપ્રિય ભટ્ટાચાર્યજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્નાક્યુલર, વોઇસ અને વીડિયો આગામી થોડા વર્ષોમાં ડિજિટલ ઇકોસિસ્ટમને બદલી નાખશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારમાં ઇન્ટરનેટનો વ્યાપ ગ્રામીણ વિસ્તારને મુકાબલે
બમણી ગતિએ થઇ રહ્યો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં યૂઝરશિપ દર વર્ષે ખૂબ ઝડપથી વધી રહી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૦માં શહેરી ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૪ ટકા વધી હતી. તેને પરિણામે યૂઝર્સની સંખ્યા વધીને ૩૨.૩ કરોડ (શહેરી વસતીના ૬૭ ટકા) થઇ ગઇ હતી. એ જ પ્રમાણે દેશના ગ્રામીણ વિસ્તારમાં પણ યૂઝર્સની સંખ્યા ઝડપથી વધતી રહી હતી. ગ્રામીણ વિસ્તારમાં યૂઝર્સની સંખ્યા ૧૩ ટકા વધીને ૨૯.૯ કરોડ ( ગ્રામીણ વસતીના ૩૧ ટકા) થઇ ગઇ હતી. અભ્યાસમાં ધ્યાને આવ્યું છે કે નાના ગામની વાત કરવામાં આવે તો પ્રત્યેક પાંચ એક્ટિવ ઇન્ટરનેટ યૂઝર્સ (એઆઇયુ)એ બે યૂઝર્સ તે ગામડાઓમાં છે. તો શહેરી ભારતીયોના વાત કરવામાં આવે તો ૩૩ ટકા એઆઇયુ ટોચના ૯ મેટ્રોમાં જ છે.